✨ ભવ્ય શિક્ષક બહુમાન સમારોહ ✨
✨ ભવ્ય શિક્ષક બહુમાન સમારોહ ✨
*“શિક્ષક એટલે જ્ઞાનના દીપકને પ્રગટાવનાર અને સંસ્કારની સુવાસને પેઢી દર પેઢી પહોંચાડનાર દીપસ્તંભ…” *
આજે તા. ૨૭ જૂન ૨૦૨૬ ના રોજ સવારે ૯ વાગે શ્રી રાજનગર જૈન ધાર્મિક પરીક્ષા ટ્રસ્ટ દ્વારા સાગર સમુદાયના ૭ આચાર્ય ભગવંતોની પાવન નિશ્રામાં ભવ્ય શિક્ષક બહુમાન સમારોહ યોજાયો.
✨સવારની નવકારશીથી શિક્ષક ભાઈ-બહેનોની ભક્તિ કરવામાં આવી અને ત્યારબાદ ગુરુભગવંતોના પાવન સાનિધ્યમાં ૨૦૦થી વધુ શિક્ષક ભાઈ-બહેનોનું બહુમાન કરવામાં આવ્યું.
✨ વરસાદના કારણે સંખ્યા થોડી ઓછી રહી, પરંતુ ગુરુભગવંતોની પાવન નિશ્રા અને આશીર્વાદથી સમગ્ર પ્રસંગ ભક્તિ, ભાવના અને આનંદથી છલકાઈ ઉઠ્યો.
*✨ ગુરુભગવંતો ની પાવન નિશ્રા ✨*
✨ સ્થૂળ દેહે નહીં પરંતુ સૂક્ષ્મ દેહે હાજર એવા સ્થાપક ગુરુદેવ શ્રી સાગરજી મહારાજ
તથા તેમની જ પરંપરા માં આવતા
✨ ગચ્છાધિપતિ આચાર્ય શ્રી નરદેવસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ
✨ આચાર્ય શ્રી હેમચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ
✨ આચાર્ય શ્રી પૂર્ણચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ
✨ આચાર્ય શ્રી વિરાગચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ
✨ આચાર્ય શ્રી આગમચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ
✨ આચાર્ય શ્રી આનંદચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ
✨ બહુમાનના લાભાર્થીઓ ✨
શ્રી અજીતભાઈ રમણલાલ શાહ
શ્રી પ્રિતેશભાઈ
શ્રી વિજયભાઈ હઠીસીંગ
✨ ગુરુભગવંતોની નિશ્રા…
✨ શિક્ષકોની નિઃસ્વાર્થ જ્ઞાનસેવા…
✨ અને રાજનગર ટ્રસ્ટની અવિરત જ્ઞાન આરાધના…
✨ આ ત્રણેયના પાવન સંગમથી આજનો દિવસ રાજનગર ટ્રસ્ટના ઇતિહાસમાં એક યાદગાર અને ગૌરવપૂર્ણ દિવસ બની રહ્યો.
✨તમામ શિક્ષક ભાઈ-બહેનો તથા આ પ્રસંગને સફળ બનાવનાર સૌની હૃદયપૂર્વક અનુમોદના.