રાજનગર પરીક્ષક યાત્રા પ્રવાસ
રાજનગર પરીક્ષક યાત્રા પ્રવાસ
એક સાધના તીર્થ યાત્રા
અર્બુદગીરી (દેલવાડા, અચલગઢ, ઓરિયા જેવો સમગ્ર માઉન્ટ આબુ નો પ્રદેશ)
એક સાધના ભૂમિ
અર્બુદગીરી યાત્રા એટલે પરમ ને પામવાનો અપૂર્વ અવસર
આપણા કે સહુ ના મન માં આબુ ની કલ્પના એટલે સહેલાણીઓ માટે નું ગુજરાત નું સ્વર્ગ, દેલવાડા ની કોતરણી
રાજનગર ની પરીક્ષક ટીમ નો અર્બુદગીરી તીર્થ યાત્રા પ્રવાસ તારીખ ૦૩/૦૫/૨૫ અને ૦૪/૦૫/૨૫ ના રોજ યોજવામાં આવ્યો હતો.
શેઠ પરમાનંદ કલ્યાણજી પેઢી ના અધ્યક્ષ શ્રી પંકજભાઈ ગાંધી એ સમગ્ર યાત્રા પ્રવાસ નો લાભ લીધો હતો
દસ કરોડ મુનિ ઓ ની સિદ્ધભૂમિ એટલે અર્બુદગીરી , ગુરુ શિખર ઉપર થી દસ કરોડ મુનિઓ મોક્ષે ગયા છે
૧૧ લાખ વર્ષ પ્રાચીન, લગભગ મુનિસુવ્રત દાદા ના સમય ના શ્રી આદિનાથ દાદા ની ભવ્ય પ્રતિમા અને એના ઉપર જે ભાવ થી ભરેલો સ્નાત્ર મહોત્સવ થયો , અને સાંજે આરતી મંગળ દીવા નો લાભ મળ્યો
બાજુ ની નાની ગુફા માં અંજન કે પ્રતિષ્ઠિત થયા વિનાના પણ સાધક ની મનોકામના પૂર્ણ કરનારા શ્રી પાર્શ્વનાથ દાદા ની પૂજા થઈ
મૂળનાયક શ્રી આદિનાથદાદા ની પાંચ વર્ષ પછી ૧૦૦૦ મી ધજા આવશે, એવા પરમ પાવન દાદા નો અભિષેક , પૂજા થઈ
અચલગઢ તો ખરેખર અચલ છે, આદિનાથ દાદા પોતાની પાસે થી ખસવા જ ના દે
અચલગઢ થી ઉપર આવેલ ગુફા
સ્વામી વિવેકાનંદ ના ગુરુ શ્રી રામ કૃષ્ણ પરમહંસ અને તેમના ગુરુ એટલે ગુરુ ગોપીનાથજી , એવા પૂજ્ય ગોપીનાથજી ની ગુફા જોવાનો અને તેમાં બેસી ને જાપ કરવાનો અવસર મળ્યો
જીવનમાં ક્યારેય ના અનુભવી હોય તેવી પરમ શાંતિ નો અપૂર્વ અનુભવ…..
આત્મા સાથે વાત કરવાનો અવસર
બે દિવસ આબુ માં રહ્યા પણ ધર્મશાળા કે જિનાલય પરિસર માં થી બહાર નીકળવાનો સમય નથી મળ્યો
અર્બુદગીરી ને પોતાનો પ્રાણ માનનાર ગૌરાંગભાઈ સાથે હતા એટલે નાના માં નાની વિગતો સમજાવી, અને એ સમજાવ્યા પછી જે આનંદ ની અભિવૃદ્ધિ થઈ એ શબ્દ માં વર્ણવી શકાય એમ નથી
ગૌરાંગભાઈ છેક સુધી સાથે ને સાથે જ રહ્યા
ઓરિયા નું જિનાલય તો અદ્ભુત
જાણે હજારો વર્ષો પ્રાચીનતા માં આવી ગયા હોઈએ એવું લાગે.
ના કરવું હોય તો પણ આપોઆપ મેડિટેશન થઈ જાય તેવો દાદા નો પ્રભાવ
મન માં હતું કે,
આબુ જઈએ છીએ તો થોડીક વાર બહાર નખી લેક પણ જઈ આવીશું પણ એ સૌંદર્ય જોવાના બદલે અહીં તો કઈક જુદા જ સૌંદર્ય ના દર્શન થયા અને તૃપ્તિ પણ થઈ, કદાચ નખી લેક યાદ પણ નથી આવ્યું…
દેલવાડા બોલાવે છે…..
અર્બુદગીરી બોલાવે છે……
અને બીજા દિવસ ની સમી સાંજ
કુંભારીયાજી તીર્થ ના પરિસર માં
નેમિનાથ દાદા
સંભવનાથ દાદા
મહાવીર સ્વામી દાદા
પાર્શ્વનાથ દાદા
શાંતિનાથ દાદા ના જિનાલય ને જુહારવાનો આનંદ આવ્યો