એવોર્ડ વિતરણ સમારોહ ૧૦૮ મી વાર્ષિક પરીક્ષા વિ.સં.૨૦૮૧ સુરત
રાજનગર જ્ઞાનોત્સવ
(ભાવિ પેઢી નું નિર્માણ)
સુરત ના તેજસ્વી તારલા ઓ ને એવોર્ડ એનાયત તથા રાજનગર સાથે જોડાયેલ શિક્ષક ભાઈ બહેનો નું બહુમાન
નિશ્રા દાતા:
તપાગચ્છ પ્રવર સમિતિ કાર્યવાહક, શાસન પ્રભાવક,ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી અભયદેવ સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મોક્ષ રત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ
આજ રોજ જેઠ સુદ ૭ સોમવાર તારીખ ૦૨-૦૬-૨૦૨૫ ના રોજ શ્રી સુમતિ સૌભાગ્ય જૈન સંઘ, ટાઈમ્સ લક્ઝુરિયા
વેસુ, સુરત ખાતે રાજનગર ની વિ.સં.૨૦૮૧ ની પરીક્ષા અપાવનાર શિક્ષક ભાઈ બહેનો નું બહુમાન તથા જેઓ પરીક્ષા લેવા માટે આવ્યા હતા તેવા પરીક્ષક શ્રી નું બહુમાન
કરવામાં આવ્યું અને પરીક્ષા માં ૧૦૦/૧૦૦ માર્ક થી ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓ ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.
પ્રસંગ બાદ સાધર્મિક ભક્તિ રાખવામાં આવી હતી
પ્રસંગ નો સંપૂર્ણ લાભ શ્રી સુમતિ સૌભાગ્ય સંઘ દ્વારા પ્રભુ ના જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે લેવામાં આવ્યો હતો