એવોર્ડ વિતરણ સમારોહ ૧૦૮ મી વાર્ષિક પરીક્ષા વિ.સં.૨૦૮૧
શ્રી રાજનગર જૈન ધાર્મિક પરીક્ષા ટ્રસ્ટ ઘ્વારા તા ૧૩/૦૪/૨૫ ના રોજ અમદાવાદ ખાતે એચ કે કોલેજ ના ઓડિટોરિયમ માં ૧૦૮ મો એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
આ કાર્યક્રમ માં અતિથી વિશેષ તરીકે શ્રી જીવણદાસ ગોડીદાસ પેઢી, શંખેશ્વર તીર્થ ના પ્રમુખ શ્રી શ્રીયકભાઈ શેઠ ,શ્રી કલ્પેશભાઈ વી શાહ, શ્રી દેવલભાઈ ભક્કમભાઈ શેઠ, શ્રી ગૌરવભાઇ અનુભાઈ શેઠ, શ્રી પ્રકાશભાઈ મિશ્રીમલજી કટારીયા, શ્રી પ્રવીણભાઈ આત્મારામ શાહ, શ્રી પંકજભાઈ ગાંધી, શ્રી હસમુખભાઈ ન્યાલચંદ વોરા (H.N.SAFAL),શ્રી દિપકભાઈ બારડોલીવાળા,શ્રી જિજ્ઞેશભાઈ પોપટલાલ મહેતા તથા શ્રી જયેશભાઈ ભણશાળી એ હાજરી આપી હતી.
અમદાવાદ માં 6000 બાળકોએ આ વર્ષે પરીક્ષા આપી,જેમાંથી 274 જેટલા બાળકોને એવોર્ડ આપવામાં આવ્યો હતો.
જુદી જુદી પાઠશાળા ના 50 જેટલા બાળકોએ સુંદર પર્ફોર્મન્સ આપ્યા હતા.બાળકો ની આ પ્રગતિ નિહાળવા માનવ મહેરામણ ઉમટ્યું હોય તેટલા વાલીઓ પણ આવ્યા હતા.