ભક્તામર સ્તોત્ર નો લકી ડ્રો
પ્રણામ
શ્રી રાજનગર પરિક્ષા ટ્રસ્ટ આયોજિત ભક્તામર સ્તોત્ર ની પરિક્ષા
પૂ.આ ભ શ્રી વિક્રમસુરીશ્વરજી મહારાજ સાહેબની 38 મી પુણ્યતિથિ નિમિત્તે.. અમદાવાદ માં 550 વિદ્યાર્થી ભાઈ બહેનો એ શ્રી ભક્તામર સ્તોત્ર ની પરિક્ષા આપી. માર્ક અનુસાર તમામ ને ઈનામ વિતરણ કરવામાં આવ્યું.
પૂ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂ આ ભ શ્રી વિતરાગયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રા માં તારીખ ૨૮/૧૦/૨૪ ના રોજ ભવ્ય લકી ડ્રો નું આયોજન કરવામાં આવ્યું, જુદી જુદી રકમ ના ૯ ડ્રો કરવામાં આવ્યા, શ્રી મનીષ ભાઈ (true value) એ સમગ્ર આયોજન નો લાભ લીધો. તેમના તરફથી પધારેલ શ્રી પ્રવીણ ભાઈ આત્મારામ શાહ ના વરદ હસ્તે લકી ડ્રો વિજેતા ને કવર અર્પણ કરવામાં આવ્યા.
રાજનગર ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી સુહાસભાઈ દ્વારા 10 વર્ષ ની નીચેની ઉંમર ના બાળકો નું ૧૦૦૦ રૂપિયા થી બહુમાન કરવામાં આવ્યું.
પધારેલ તમામ ની નવકાર શી પણ લાભાર્થી પરિવાર તરફથી રાખવામાં આવી.