રાજનગર ટીમ તારંગા યાત્રા પ્રવાસ
પ્રણામ
શ્રી રાજનગર પરિક્ષા ટ્રસ્ટ દ્વારા પરિક્ષા લેનાર પરીક્ષકો અને કાર્યકર મિત્રો માટે તારંગા તીર્થ ની યાત્રા નું આયોજન ૦૨/૦૬/૨૪ ના રોજ કરવામાં આવ્યું.
લાભાર્થી શ્રીમતી કાજલબેન સુહાસભાઈ લહેરચંદભાઈ શાહ દ્વારા યાત્રા નો લાભ લેવામાં આવ્યો હતો.
મોબાઈલ નેટવર્ક વિનાના આ તીર્થ માં પ્રભુ ભક્તિ, સ્નાત્ર પૂજા, પ્રવચન, આરતી કરવામાં ખૂબ આનંદ આવ્યો.
હેતાબેન એટલા બધા ફૂલો લાવ્યા હતા કે જાણે ખૂટે જ નહિ. પરમાત્મા માટે કમળ ના ફૂલ, ગુલાબ, ડમરો, કેટલા બધા હાર.......
પૂનમબેન અને જીજ્ઞા બેને ખૂબ જ intresting ધાર્મિક અંતાક્ષરી રમાડી.
રાજનગર ની પરિક્ષા માં સંખ્યા વધારવા અને વધુ સારી રીતે effective બનાવવા માટે શું કરી શકાય? એ બાબત ખૂબ healthy ચર્ચા થઈ.
આપ સહુ સંસ્થા ના આમંત્રણ ને માન આપી પધાર્યા તે માટે તમામ નો ખૂબ ખૂબ આભાર