જીવ વિચાર ક્વિઝ
રાજનગર જ્ઞાનોત્સવ
(ભાવિ પેઢી નું નિર્માણ)
જીવવિચાર
એક અદ્ભુત માહોલ
આજે ૨૯/૦૬/૨૪ શનિવારે રેવા સંઘ ના આંગણે આ ક્વિઝ નું આયોજન થયું, રાજનગર ની અલગ અલગ પાઠશાળા ની 50 ટીમ અને 1 ટીમ હિંમતનગર થી ભાગ લીધો.
અલગ અલગ પાંચ રાઉન્ડ માં થઈ ને કુલ 7 ટીમ વિજેતા જાહેર થઈ, હિંમતનગર ની પાઠશાળા ના વિદ્યાર્થીઓ પ્રથમ નંબર થી વિજેતા થયા.
એક તબક્કે એવો ડર પણ હતો કે, આજ ના દિવસે વરસાદ ના કારણે જીવ વિચાર ક્વિઝ બંધ તો નહિ રાખવી પડે ને?પણ વરસાદે જોયું હશે કે, આટલી મહેનત કરી ને આવનાર ને હેરાન ના કરાય.
આ ક્વિઝ કદાચ એક સ્પર્ધા ના સ્વરૂપ માં હતી, પરંતુ આશય એ હતો કે ભાગ લેનાર દરેક સ્પર્ધક ના જીવન માં જીવવિચાર વણાઈ જાય અને ખરેખર સ્પર્ધકો એ આપેલ પ્રતિસાદ માં એ સ્પષ્ટ થયું કે, આની તૈયારી ના દિવસો દરમ્યાન તેઓ એ જીવવિચાર કે તેના અર્થ માત્ર કંઠસ્થ નથી કર્યા પણ જીવ વિચાર જીવી જાણ્યા છે.
આખરે આપણો આશય પણ આ જ હતો. દરેક જીવ માં આપણને શિવ ના દર્શન થાય.
આ ક્વિઝ માત્ર રમત ન હતી, પરંતુ પરમાત્મા ની આજ્ઞા મુજબ જીવન જીવવાની જડીબુટ્ટી હતી.
કોને આવડ્યું કે કોને ના આવડ્યું?, કોણે ફાસ્ટ જવાબ આપ્યો કે કોને જવાબ આપવામાં થોડી વાર લાગી? , કોનો પહેલો નંબર આવ્યો કે નંબર ના આવ્યો ,તે મહત્વનું જરાય નથી.
તમે કરેલી મહેનત અને લીધેલી સમજણ તમારા જીવન માં કેટલી અને કેટલા સમય સુધી આત્મસાત રહેશે, તે મુજબ પરમાત્મા આપ ને નંબર આપશે, તે ખાસ યાદ રાખવું પડશે....
આપ સહુ ને આ પ્રેક્ટિસ કરાવવા દ્વારા રાજનગર ટીમ ના ભાવિકા બેન, રિદ્ધિ બેન, પૂનમ બેન, ચંદન બેન અને જીલ બેન ને પણ જીવ વિચાર માં ડૂબવાનો અવસર પ્રાપ્ત થયો છે.
ભાગ લેનાર સહુ નો હૃદયપૂર્વક આભાર..........
ભવિષ્ય માં આવી સ્પર્ધા દ્વારા આપના સહયોગ થી અમને કંઇક શીખવા મળે તેવી આપની પાસે અપેક્ષા છે.........
????જીવવિચાર ક્વિઝ વિજેતા ટીમ
1️⃣ શ્રી હેમરત્નસૂરિજી જૈન પાઠશાળા, હિંમતનગર
2️⃣ જૈન સોસાયટી પાઠશાલા પાલડી
3️⃣ શ્રી વાસુપૂજ્યસ્વામી જૈન પાઠશાળા શાંતિવન પાલડી
4️⃣ શ્રી વિશ્વનંદિકર જૈન સંઘ પાઠશાળા પાલડી
5️⃣ શ્રી વર્ધમાન જૈન પાઠશાળા ઉસ્માનપુરા
6️⃣ શ્રી વિશ્વનંદિકર જૈન પાઠશાળા પાલડી
7️⃣ શ્રી કુંથુનાથ જૈન પાઠશાળા ઠાકોરપાર્ક
????વિજેતા ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન
????ભાગ લેનાર દરેક ટીમ ની રાજનગર પરિવાર અંતર થી અનુમોદના કરે છે. આપ આમ જ દરેક પ્રવૃત્તિ મા ઉત્સાહપૂર્વક ભાગ લો તે જ અભ્યર્થના