પાઠશાળા ના બાળકો ની આઈપીએલ ૨૯/૦૪/૨૦૨૪


   માર્ચ અને એપ્રિલ પરીક્ષા અને તેની તૈયારી નો મહિનો. કેટલી ટીમ IPL મા ભાગ લેશે.. ??? બાળકો પેરેન્ટ્સ અને પાઠશાળા ના ટીચર IPL મા જોડાવા તૈયાર થશે..??? IPL મા કેટલી ટીમનું રજીસ્ટ્રેશન થશે ?? 30...45...60....??? પણ અહો આશ્ચર્યમ્.... 165 ટીમ નું સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન થયુ... યુવાનીમાં પગરવ માંડતી દીકરીઓ પુષ્ટિ કુમારી અને વૃષ્ટિ કુમારી આવનારો બધોજ સમય છોડી સંસારી માથી સયંમી બનવા જઈ રહી છે ત્યારે પાઠશાળા ના બાળકો પણ ઘણો સમય છોડી IPL મા જોડાયા.. 31/03/24 નો Qualifying Round 21/04/24 નો Semi final Round નો પડાવ પાર કરી Intelligence Plus Luck થી 12 ટીમ ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશી... 29/04/2024 સોમવાર ના રાત્રે રાજનગર ની તમામ પાઠશાળા ઓ માંથી આઈપીએલ મેચ માટે નક્કી થયેલ 165 ટીમ માંથી qualifying રાઉન્ડ, સેમી ફાઇનલ રાઉન્ડ અને ફાઈનલ રાઉન્ડ પસાર કરી શ્રી સુરેન્દ્રસુરી જૈન પાઠશાળા , હસમુખ કોલોની (CHENNAI SUPER KING) વિજયી ટીમ તરીકે ઉભરી આવી છે ભાગ લેનાર તમામ ટીમ ના બાળકો એ કરેલી મહેનત ને રાજનગર પરિક્ષા ટ્રસ્ટ બિરદાવે છે વિજેતા ત્રણેય ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન આઈપીએલ એટલે intelligent Plus Luck હતું એટલે તમામ ટીમે મહેનત અને તૈયારી તો ખૂબ સરસ જ કરી હતી, પણ Luck પણ સાથે જોડવાનું હતું, એ બધા માં સૂરેન્દ્રસુરી પાઠશાળા ,હસમુખ કોલોની(CSK) મેદાન મારી ગઈ છે. ટીમ ના ટીચર *રીનાબેન* ને પણ ખૂબ ખૂબ અભિનંદન *ટીમ લીડર તરીકે શેઠ શ્રી પ્રકાશભાઈ સંઘવી (રત્નમણી મેટલ) હતા.* તેઓએ પણ રાત્રિ ના 12/30 વાગ્યા સુધી ઉપસ્થિત રહી તેમની ટીમ ની ઉત્સાહ વધારેલ હતો. આઈપીએલ માં આપ સહુ નો અદભૂત સહયોગ રહ્યો અને ભાગ લેનાર વિદ્યાર્થી અને શિક્ષક ભાઈ બહેનો નો પ્રતિભાવ પણ ખૂબ સરસ રહ્યો. ચારિત્ર ધર્મ ના પ્રશ્નો અને જનરલ પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થી ને જ્ઞાન પીરસવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો. ફાઈનલ આઈપીએલ લીંક દ્વારા જોઈ શકો છો. https://youtube.com/live/bD2zhYJQCgo?si=NsP3N6v8aWUWOHg9
Total Visit

647126