એવોર્ડ વિતરણ સમારોહ ૧૦૭ મી વાર્ષિક પરિક્ષા વિ.સં.૨૦૮૦


   પ્રણામ આજે રાજનગર ટ્રસ્ટ તરફથી 107 મી વાર્ષિક પરિક્ષા નો એવોર્ડ એનાયત સમારંભ ખૂબ સુંદર રીતે યોજાઈ ગયો. ઉપાશ્રય થોડો નાનો હોવાથી કદાચ જગ્યા બાબત કોઈ ને તકલીફ પડી પણ હશે, તે બદલ મિચ્છામી દુક્કડમ, તેમ છતાં ખૂબ સરસ પ્રસંગ થઈ ગયો, ઉપાશ્રય હોવાથી ગરમી નો કોઈ ઉપાય વિચારી શકાય તેમ ન હતો. 250 જેટલા વિદ્યાર્થી એમાં પણ 200 જેટલા નાના બાળકો હતા જેઓ 10 વર્ષ થી નીચેની ઉંમર ના હતા. પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યોગતિલકસૂરીશ્વરજી મહારાજ સાહેબે કથા સ્વરૂપે માર્મિક પ્રવચન આપ્યું, નાના બાળકો ને તેમની શૈલી માં સમજાય તે રીતે સમજાવ્યું. 250 ઉપરાંત શિક્ષક ભાઈ બહેનો ની હાજરી પણ રહી. લાભાર્થી પરિવાર તરફથી પણ ખૂબ ઉદારતાપૂર્વક પ્રસંગ નો સંપૂર્ણ લાભ લેવામાં આવ્યો. સાધર્મિક ભક્તિ નું મેનુ પણ બાળકો ને ધ્યાન માં રાખીને તેમને ગરમી માં અનુકૂળ આવે તે રીતે સંપૂર્ણ જયણા પૂર્વક કરવામાં આવ્યું. પૂજ્ય આચાર્ય ભગવંત છેક સુધી એટલે કે ત્રણ કલાક સુધી બિરાજમાન રહ્યા. સહુ ની ખૂબ ખૂબ અનુમોદના
Total Visit

647137