અતિચારની ipl
પ્રણામ
શ્રી રાજનગર જૈન શ્વે. ધાર્મિક ઈનામી પરીક્ષા ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલી શ્રુતસેવા અંતર્ગત રાજનગરની પાઠશાળાના બાળકો માટે અતિચારની IPL(Intelligence Plus Luck) નું સુંદર આયોજન થયુ હતું...
આઈપીએલ સીઝન ૨
સેમી ફાઇનલમાં કુલ ૭૪ ટીમ રમવામાં આવી હતી તેમાંથી ૨૪ ટીમ સિલેક્ટ થઈ ને ફાઇનલ માં પ્રવેશી હતી
૨૩/૬/૨૫ સોમવાર ના સાંજે દિનેશ હોલ ના ઓડિટોરિયમ માં આ સ્પર્ધા યોજાઈ હતી, ખીચોખીચ ભરેલ હોલ માં ખૂબ જ રસાકસી ભરેલ મેચ ના અંતે કુલ ૯ ટીમ વિજેતા જાહેર કરવામાં આવી હતી
૯ ટીમ ને ઈનામ તેમ જ બાકી ની ૧૫ ટીમ ને કોન્સોલેશન પ્રાઈઝ આપવામાં આવ્યું હતું
આઇપીએલ સીઝન ૨ ની વિજેતા ટીમ તરીકે શ્રી સુમતિનાથ શ્વે મુ પૂ સંઘ , મેમનગર ની પાઠશાળા ને કપ અર્પણ કરવામાં આવ્યો
મુખ્ય લાભાર્થી શ્રી ચીનુભાઇ ગુંજારીયા તથા સહ લાભાર્થી શ્રી સંવેગી ઉપાશ્રય ના ટ્રસ્ટી ઓ તેમજ રત્નમણિ મેટલ ના ચેરમેન શ્રી પ્રકાશ ભાઈ સંઘવી ના વરદ હસ્તે વિજેતા ટીમ ને આઇપીએલ કપ આપવામાં આવ્યો હતો
IPL... નામ સાંભળતા જ ઘણાને એવુ લાગે કે અતિચારમાં પણ IPL????... હા... અતિચારની પણ IPL...!!!!
કે જેમાં આયોજકોએ તેમજ રાજનગર સંસ્થાની ટીમના સભ્યોએ ...આપણે રોજિંદા જીવનમાં ઝીણી ઝીણી બાબતોમાં ક્યા ક્યા અને કેવાકેવા પાપો બાંધીએ છીએ એનું જે સ્વરુપ અતિચારમાં વર્ણવ્યુ છે એને બધા સુધી પહોંચાડવા માટે જે મહેનત કરી છે તે ખૂબ ખૂબ સરાહનીય હતું, હોલમાં હાજર રહેલા દર્શકો તેમજ અન્ય કે જેઓ અતિચાર ની ગરિમાથી અજાણ હતા... એ બધાને એકવાર તો એવા ભાવ થઈ જ ગયા કે જ્યાં સુધી અતિચાર નથી ભણ્યા ત્યાંસુધી આપણે અધૂરા છીએ.... ઘણાબધાએ અતિચાર ભણવાનો સંકલ્પ પણ કર્યો...
હાલની આધુનિક શિક્ષણ વ્યવસ્થા અને મોબાઈલના યુગમાં આજની પેઢી શ્રુતજ્ઞાનથી દૂર જઈ રહી છે... એવા સમયમાં હૈયે હૈયે શ્રુતજ્ઞાન જીવંત રહે અને બાળકો કે જે શાસનનું ભવિષ્ય છે એ બાળકોમાં સમ્યકજ્ઞાનનું બીજ રોપાય અને આદર બહુમાન તેમજ ઉત્સાહપૂર્વક તેઓ શ્રુતજ્ઞાન ભણે એ માટે સંસ્થાએ જ્ઞાનયજ્ઞ આરંભ્યો છે