શ્રી સરસ્વતી સાધના કાર્યક્રમ


   *શ્રી રાજનગર જૈન શ્વે ધાર્મિક ઈનામી પરીક્ષા ટ્રસ્ટ દ્વારા આયોજિત* *શ્રી સરસ્વતી સાધના કાર્યક્રમ* આસો સુદ ૫, શનિવાર , તારીખ ૨૮/૯/૨૦૨૫ નિશ્રા: પ પૂ આ ભ શ્રી દેવકીર્તિ સૂરીશ્વરજી મહારાજ સાહેબ સાધક: શ્રી કોણિકભાઈ દોશી લાભાર્થી પરિવાર: શ્રી લબ્ધિ નિધાન શ્વે મૂ પૂ જૈન સંઘ,આંબલી બરાબર સવારે ૯/૧૫ કલાકે આ સાધના ના કાર્યક્રમ ની સુંદર શરૂઆત થઈ. શ્રી વસંતભાઈ અદાણી, શ્રી કલ્પેશભાઈ વી શાહ, શ્રી દીપકભાઈ બારડોલી અને શ્રી સુહાસભાઈ શાહ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, માં સરસ્વતી ના અત્યંત કૃપાપાત્ર એવા શ્રી કોણિકભાઈ નું બહુમાન કર્યા બાદ પૂજ્ય શ્રી એ આ સાધના વિશે ખૂબ સરસ સમજણ આપી. કોણિકભાઈ એ ખૂબ શાંત અને પવિત્ર વાતાવરણ માં એકદમ સરસ રીતે સાધના કરાવી અને મંત્ર ના કાર્ડ આપ્યા. સાધના કેવી રીતે, કયા દિવસે , કયા સમયે કરવી તેની જાણકારી આપી એમની એક સ્ટુડન્ટ એવી નાની દીકરી દ્વારા આંખે પાટા બાંધીને વાંચવાનો પ્રયોગ કરાવી ને ઉપસ્થિત સહુ ને આશ્ચર્ય ચકિત કરી દીધા. પરિવાર ની ઉત્સાહિત દીકરી રિદ્ધિ એ સફળ સ્ટેજ સંચાલન કર્યું અંત માં સહુ ને સ્પેશ્યલ ગુલકંદ ના પેંડા ના બોક્ષ ની પ્રભાવના અને ભાવભર્યું ભોજન કરાવ્યું
Total Visit

647114