*નવતત્વ*


   જિન શાસન નો સાર, અમૃત નો આસ્વાદ તારીખ ૨૯-૦૬-૨૫ રવિવાર અષાઢ સુદ ચોથ ની સવારે *પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રાજહંસસૂરીશ્વરજી મહારાજ સાહેબ* ની પાવન નિશ્રા માં દેવકીનંદન જૈન ઉપાશ્રય માં *નવતત્વ ની ક્વિઝ* નું સુંદર આયોજન કરાયું હતું. પૂજ્યપાદ શ્રી ના મંગલાચરણ બાદ ક્વિઝ ના પ્રથમ રાઉન્ડ નો પ્રારંભ થયો. અંદાજિત ૩૫૦ જેવા વિદ્યાર્થી ઓ ને અલગ અલગ કુલ પાંચ રાઉન્ડ રમાડવામાં આવ્યા , અમદાવાદ ઉપરાંત હિંમતનગર અને વલ્લભ વિદ્યાનગર ની પાઠશાળા ની ટીમે આમાં ભાગ લીધો હતો. પૂ સાધ્વીજી ભગવંત શ્રી દર્શનયશાશ્રીજી મહારાજ સાહેબે અથાગ મહેનત કરી ને પ્રશ્નો બનાવ્યા હતા અને રાજનગર ની ટીમે તેનું સુંદર સંકલન કરી ને સમગ્ર આયોજન કર્યું શ્રી જૈન સોસાયટી જૈન સંઘ ની પાઠશાળા પ્રથમ નંબર થી ઉત્તીર્ણ થઈ. કુલ ૧૧ ટીમ ને વિજેતા જાહેર કરવામાં આવી સાધર્મિક વાત્સલ્ય સાથે સમગ્ર આયોજન નો લાભ પૂ આચાર્ય ભગવંત ના ગુરુભક્ત પરિવાર તરફથી લેવામાં આવ્યો હતો
Total Visit

647114