શ્રી રાજનગર જ્ઞાનશાળા નો શિલાન્યાસ


   આસો સુદ પાંચમ શનિવાર તારીખ ૨૭/૯/૨૦૨૫ શ્રી રાજનગર પરીક્ષા ટ્રસ્ટ ના ૧૦૮ વર્ષ ના ઇતિહાસ નો સુવર્ણ પ્રસંગ શ્રી રાજનગર જ્ઞાનશાળા નો શિલાન્યાસ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી નરદેવસાગરસુરીશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ચંદ્રકીર્તિસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ, પ પૂ આ ભ શ્રી રાજહંસ સૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ પૂ આ ભ શ્રી જિતરક્ષિતસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ પૂ આ ભ શ્રી પૂર્ણચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પરમ પાવન નિશ્રા માં જ્ઞાનશાળા ના શિલાન્યાસ ની વિધિ ખૂબ સુંદર રીતે પૂર્ણ થયો શેઠ શ્રી શ્રીયકભાઈ અરવિંદભાઈ શેઠ, શ્રી કલ્પેશભાઈ વી શાહ, શ્રી દીપકભાઈ બારડોલી, શ્રી ઉદયભાઈ મહેતા ( H N Safal), શ્રી ડો હસમુખભાઈ ડી શાહ, શ્રી જિજ્ઞેશભાઈ ઈડરવાળા, શ્રી સુહાસભાઈ લહેરચંદભાઈ શાહ, શ્રી ભૂપેન્દ્ર વર્ધીલાલ શાહ ના વરદ હસ્તે શીલા સ્થાપન થઈ. ખૂબ ઉત્સાહ ભરેલ વાતાવરણ માં પૂજ્ય શ્રી ઓ એ જ્ઞાનશાળા ના વિકાસ તેમ જ અત્યાર ના આ વાતાવરણ માં જ્ઞાન ની જરૂરિયાત ઉપર ભાવવાહી પ્રવચન આપ્યું શ્રી દીપકભાઈ બારડોલીવાળા એ પણ માર્મિક શબ્દો દ્વારા સંબોધન કર્યું. *શિલા સ્થાપન કરનાર પરિવાર:* મુખ્ય શિલા ( કૂર્મ શિલા ) : શ્રીમતી સવિતાબેન વર્ધીલાલ શાહ પરિવાર અગ્નિ શિલા: શ્રી દીપકભાઈ બારડોલી અને બિગેનભાઈ પી શાહ દક્ષિણ શિલા: શ્રી ઉદયભાઈ હસમુખભાઈ વોરા ( HN સફલ) નૈઋત્ય શિલા: શ્રી ડો જશવંતભાઈ મોદી વતી ડો હસમુખભાઈ ડી શાહ પશ્ચિમ શિલા: શ્રી જીગ્નેશભાઈ પોપટલાલ મહેતા ( ઈડર) વાયવ્ય શિલા: શ્રી પ્રકાશભાઈ સંઘવી (રત્નમણિ ) વતી શ્રી કલ્પેશભાઈ મહેન્દ્ર ભાઈ મહેતા ( ઈડર) ઉત્તર શિલા: શ્રીસુહાસ ભાઈ લહેરચંદભાઈ શાહ ઈશાન શિલા: શ્રી શ્રીયકભાઈ અરવિંદભાઈ શેઠ વતી રાકેશભાઈ શાહ પૂર્વ શિલા: શ્રી કલ્પેશભાઈ વી શાહ
Total Visit

647118