પ.પૂ.સાગર સમુદાય ગચ્છાધિપતિશ્રી આ.ભ.દોલતસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ ની ગુણાનુવાદ સભા


   શ્રી રાજનગર જૈન પરિક્ષા ટ્રસ્ટ ના ઉપક્રમે તારીખ ૦૮/૦૪/૨૪, સોમવાર ફાગણ વદ અમાસ ના દિવસે સવારે સાડા છ વાગે શ્રી સોલા રોડ જૈન સંઘ ના ઉપાશ્રય માં પરમ પૂજ્ય સંઘ સ્થવિર, દીર્ઘ સંયમી, સાગર સમુદાય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી દોલતસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના સમાધિ પૂર્વક ના કાળધર્મ નિમિત્તે તેમના ગુણો નું ગાન કરવા માટે એક ભવ્ય ગુણાનુવાદ સભા યોજાઈ હતી. તપાગચ્છાધિપતિ શ્રી મનોહર કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ પોતાની નાદુરસ્ત તબિયત ના કારણે ખૂબ ઈચ્છા હોવા છતાં આવી શકયા ન હતા પરંતુ તેમનો સંદેશ વાંચી સંભળાવવામાં આવ્યો હતો ગચ્છાધિપતિ આ ભ.શ્રી રાજયશસુરીશ્વરજી મહારાજ સાહેબ, આ.ભ.શ્રી ઉદયકીર્તિસાગરસુરિજી, આ.ભ.શ્રી અજયસાગરસુરિજી, આ.ભ. કલ્પરક્ષિતસૂરિજી, આ.ભ.વિતરાગયશસૂરિજી, આ.ભ. જિતરક્ષિતસૂરિજી, પન્યાસ શ્રી જીનાંગયશવિજયજી મહારાજ સાહેબ દ્વારા પૂજ્ય શ્રી ના ગુણાનુવાદ કરવામાં આવ્યા હતા. ગચ્છાધિપતિ આ.ભ.શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબ, આ.ભ.શ્રી નંદીઘોષસુરિજી , આ.ભ. શ્રી હર્ષસેનસૂરિજી, ગચ્છાધિપતિ આ.ભ. શ્રી નરદેવસાગર સૂરિજી, આ.ભ.પદ્મસાગરસૂરિજી , ઉપાધ્યાય શ્રી વિમલસેનવિજયજી મહારાજ સાહેબ ના શ્રદ્ધાંજલિ પત્ર વાંચવામાં આવ્યા હતા શેઠ આણંદજી કલ્યાણજી પેઢી ના ટ્રસ્ટી શ્રી સંવેગભાઈ હાજર રહી શક્યા ન હતા પરંતુ તેમનો સંદેશ વાંચી સંભળાવ્યો હતો. પેઢી તરફથી ટ્રસ્ટી શ્રી શ્રીપાલ ભાઈ તથા શ્રી કલ્પેશ ભાઈ , શેઠ જીવણદાસ ગોડીદાસ પેઢી તરફથી શેઠ શ્રી શ્રીયકભાઈ તથા દેવલભાઈ હાજર હતા. શ્રી કલ્પેશભાઈ વી શાહે પણ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. બીજા અનેક સંઘો ના પ્રતિનિધિ શ્રી ઓ એ પણ હાજરી આપી હતી જૈન સંઘ ના ઘણા બધા મહાનુભાવો સહિત અંદાજિત 600 ઉપરાંત ભાઈ બહેનો ની હાજરી માં ખૂબ સુંદર રીતે પૂજ્ય શ્રી ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી. પ્રસંગ બાદ ૪૦ રૂપિયા ની પ્રભાવના તથા નવકારશી રાખેલ હતી.
Total Visit

422063