ઍવોર્ડ વિતરણ -વિ.સં.૨૦૭૫ (૧૦૨ મી વાર્ષિક પરીક્ષા ),વેબ સાઇટ લોંચિંગ,જ્ઞાન મંજરી પુસ્તક નું વિમોચન


   નિશ્રા દાતા : ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી દોલતસાગરસુરીશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નંદીવર્ધનસાગરસુરીશ્વરજી મહારાજ સાહેબ,પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હર્ષસાગરસુરીશ્વરજી મહારાજ સાહેબ, તારીખ : ૦૨/૧૦/૨૦૧૯ સવારે ૯ વાગ્યે , વિતરાગ જૈન સંઘ ઉપાશ્રય, સવારે બરાબર નવ વાગ્યે પૂજ્ય શ્રી ના માંગલિક પ્રવચન ની શુભ શરૂઆત થઈ. અંદાજીત ૨૭૦ શિક્ષક ભાઈ બહેનો તથા ૩૫ પંડિતવર્ય શ્રી નું પૂજ્ય શ્રી ની પ્રેરણા થી બહુમાન કરવામાં આવ્યું, શ્રેષ્ઠીવર્ય શ્રી સુહાસભાઈ ના શુભ હસ્તે વેબસાઇટ નું ઉદ્ઘાટન થયું. સંસ્થા ની પરીક્ષા અંગે ની તમામ કાર્યવાહી ઓન લાઇન કરવામાં આવી. તેનું માર્ગદશન આપવામાં આવ્યું. સંસ્થા ના પ્રમુખ શ્રી ભુપેન્દ્ર ભાઈ ના હસ્તે નુતન પુસ્તક (સંપૂર્ણ કોર્સ મુજબ નું ) "રાજનગર જ્ઞાન મંજરી" નું વિમોચન કરવામાં આવ્યું. મૌખિક ધોરણ ૧ થી ૪ અને લેખિત ધોરણ ૧ થી ૧૮ માં પ્રથમ નંબરે ઉતીર્ણ થનાર વિદ્યાર્થી ને ઍવોર્ડ વિતરણ કરવામાં આવ્યા. સાધર્મીક વાત્સલ્ય ના લાભાર્થી નું બહુમાન કરવામાં આવ્યું. પૂજ્ય શ્રી એ રાજનગર ના તમામ શિક્ષક ભાઈ બહેનો ને પાઠશાળા ના વિકાસ અંગે તથા બાળકો ને પ્રોત્સાહન આપવાનું માર્ગદર્શન આપ્યું. સંસ્થા ને રાજનગર ના હાર્દસમા એલિસ બ્રિજ વિસ્તાર માં ઓફિસ આપવાની જાહેરાત કરી. પંડિત વર્ય શ્રી વસંતભાઇ , શ્રી પ્રફુલભાઇ , શ્રી કમલેશભાઈ એ સંસ્થા વિષે પોતાના ઉદગાર રજૂ કર્યા. સંસ્થા માં વર્ષો સુધી સેવા આપી ને નિવૃત થયેલ પંડિત શ્રી પ્રવીણભાઈ ભોગીલાલ શાહ નું તથા પંડિતવર્ય શ્રી પ્રફુલભાઇ તથા પંડિતવર્ય શ્રી કમલેશભાઈ નું વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું. પધારેલ તમામ ની ઉત્તમ દ્રવ્યો થી બહુમાન પૂર્વક બેસાડી ને સાધર્મિક ભક્તિ કરવામાં આવી હતી.
Total Visit

79307