ઍવોર્ડ વિતરણ -વિ.સં.૨૦૭૬ (૧૦૩મી વાર્ષિક પરીક્ષા )


   પ્રેરણા : પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હર્ષસાગરસુરીશ્વરજી મહારાજ સાહેબ, નિશ્રા: પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મહાબોધિસુરીશ્વરજી મહારાજ સાહેબ વિ.સં. ૨૦૭૬ ફાગણ વદ ૭ ,રવિવાર, તારીખ ૧૫ -૦૩ -૨૦૨૦ , સમય સવારે ૯ વાગ્યે, સ્થળ: સુકૃત સેન્ટર ,ઓપેરા, પાલડી, અમદાવાદ અતિથિ વિશેષ : શ્રી શ્રીયકભાઈ અરવિંદભાઇ શેઠ (મે.ટ્રસ્ટી - શંખેશ્વર પેઢી) , શ્રી સંજયભાઈ કોઠારી (નવકાર સારવાર કેન્દ્ર ), શ્રી સુહાસભાઈ શાહ વિદ્વદવર્ય ઉપસ્થિતિ : પંડિત વર્ય શ્રી પ્રફુલભાઇ તથા શ્રી કમલેશભાઈ અંદાજિત ૨૫૦ શિક્ષક શિક્ષિકા ભાઈ બહેનો નું આગમન સાથે જ દૂધ થી પગ પ્રક્ષાલન કરી હાજર રહેલ શિક્ષકો ને ૭૦૦ રૂપિયા ના કવર થી સુકૃત સેન્ટર તરફથી બહુમાન કરવામાં આવ્યું, શ્રી રાજનગર સંસ્થા તરફથી દરેક પાઠશાળા ના વિદ્યાર્થીઓ ના ઈનામ ના કવર તથા શિક્ષક શ્રી ને બહુમાન ના કવર આપવામાં આવ્યા. પૂજ્યશ્રી દ્વારા મંગલા ચરણ તથા પોતાની તેજાબી શૈલી માં પાઠશાળા ના વિકાસ માટે શિક્ષક શિક્ષિકા ભાઈ બહેનો ને માર્ગ દર્શન આપવામાં આવ્યું. પાઠશાળા ના બાળકો ની સ્પીચ, નાટિકા અને ડાન્સ નું સુંદર આયોજન થયું. ઉપસ્થિત બંને પંડિત શ્રી ઓ નું વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું. મૌખિક ધોરણ ૧ થી ૮ અને લેખિત ધોરણ ૧ થી ૨૨ સુધી માં પ્રથમ નંબરે ઉતીર્ણ થનાર વિદ્યાર્થી ઓ ને વિવિધ શ્રેષ્ઠીવર્યોં ના કારકમલ દ્વારા ઍવોર્ડ વિતરણ કરવામાં આવ્યા. શ્રી સંજયભાઈ કોઠારી દ્વારા સંસ્થા ની પ્રગતિ ને લગતા ઉદગારો રજૂ કરાયા . પંડિત વર્ય શ્રી વસંતભાઇ દોશી એ પણ માર્મિક શબ્દો થી માર્ગ દર્શન આપ્યું. ૧૦૩ મી વાર્ષિક પરીક્ષા ના ઈનામ તથા ખર્ચ નો સંપૂર્ણ લાભ સાગર પરિવાર (પૂ.આચાર્ય ભગવંત શ્રી હર્ષસાગરસુરી મહારાજ સાહેબ ની પ્રેરણા થી ) તરફથી લેવામાં આવ્યો હતો. અંત માં પધારેલ તમામ ની સાધર્મિક ભક્તિ કરવામાં આવી હતી.
Total Visit

417168