એવોર્ડ વિતરણ વિ.સં. ૨૦૭૭ (૧૦૪ મી વાર્ષિક પરીક્ષા)


   ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ ની નિશ્રામાં તેમની ગચ્છાધિપતિ પદવી નિમિતે તારીખ ૨૧/૦૩/૨૧,રવિવાર સવારે ૯ વાગે શ્રી સોલા રોડ જૈન ઉપાશ્રય ખાતે રાજનગર ની પરિક્ષા માં પ્રથમ નંબરે ઉતીર્ણ થનાર વિદ્યાર્થી મિત્રો ને એવોર્ડ એનાયત સમારંભ અને રાજનગર ના શિક્ષક ભાઈ બહેનો નું બહુમાન કરવાનો કાર્યક્રમ નક્કી કરેલ હતો, પરંતુ કોરોના સંક્રમણ ખૂબ વધવાના કારણે દરેક શિક્ષક ને તેમના વિસ્તાર માં જ તેમનું બહુમાન કંકુ તિલક, શ્રીફળ અને રૂપિયા ૨૦૦૦ ના કવર થી કરવામાં આવ્યું. અંદાજિત ૩૫૦ શિક્ષક ભાઈ બહેનો નું બહુમાન કરવાનો લાભ મળ્યો. લાભાર્થી પરિવાર કુ.વેનીશા અને કુ.કૃષા (લંડન) ની ખૂબ ખૂબ અનુમોદના........ રાજનગર ની લેખિત પરિક્ષા નું ઈનામ વિતરણ અને શિક્ષક નું સંસ્થા તરફથી બહુમાન પણ સાથે કરવામાં આવ્યું.
Total Visit

79314